ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુકનાર માટે નવા નિયમ પ્રમાણે દંડ: 1 ઑગસ્ટથી અમલ

ગુજરાતમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. તેના પગલે સરકારે નવો નિયમ લાગુ કર્યો છે જે નિયમ 1 ઓગસ્ટથી અમલી બનશે.

કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે સરકારે માસ્ક નહિ પહેરવા અને જાહેરમાં થુકવા પર હાલ 200 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. જેને વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. સોમવારના રોજ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1052 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદના મળી કુલ 184 કેસ, સુરત કોર્પોરેશન અને સુરત મળી કુલ 258 કેસ અને બાકીના કેસ અન્ય જિલ્લાઓમાંથી કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અમૂલ પાર્લર પરથી બે રૂપિયામાં માસ્ક મળશે.